મંડાણપુરા ગામમાં હેલ્પસ ફાઉન્ડેશન ની ટીમ દ્વારા શિક્ષણ કાર્ય ની પ્રવૃત્તિમાં (ડૉ.ધીરેન્દ્ર પટેલ, ડૉ.કાજલ પટેલ, સ્નેહાબેન,મીનાબેન,અંજલી બેન, યાશ્રી બેન,વૈભવ) આજે બે નવા સ્વયંસેવક પણ જોડાયા હતા.આજના દિવસ ની શરૂઆત પ્રાર્થના- 'યા કુંદે તું તું...થી બાળકો દ્વારા સમૂહમાં જ કરવામાં આવી હતી અને સુવિચાર - ''પ્રાર્થના એ આત્માનો ખોરાક છે.'' ત્યારબાદ સૌએ પોતાના વર્ગ પ્રમાણે ભણાવવાનું શરૂ કર્યું.મે આજે ૧ થી ૪ ના બાળકોને એકડા, એબીસીડી,કક્કો લખાવ્યા અને ધોરણ ૩ ને ૪ માં ઘડિયા અને દાખલા શીખવ્યા.વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે અત્યંત ઉત્સુક છે આ જોઈને અમારો પણ તેમને ભણાવવાનો ઉત્સાહ વધે છે.
ત્યારબાદ અમે સૌએ સાથે મળીને ચવાણું નો નાસ્તો કર્યો.પછી સ્નેહાબેન દ્વારા બાળકોને 'ઉલટા- પૂલટા' અને 'ચકલી ઉડે' જેવી રમત રમાડવામાં આવી.જેમાં બાળકોને ખૂબ મજા આવી. અંતે રાષ્ટ્રગાન ગાઈને અમે સૌ છુટા પડ્યા.
#ngohelpsfoundation #ngohf #helpsfoundation #helpsfoundationgujarat

